જરૂર અંતિમ લક્ષ્ય શું છે? તેને પ્રાપ્ત કરવાનો સીધો, સરળ માર્ગ મનુષ્ય જીવનનું કયો છે? એ માર્ગ પર ચાલવા માટે કયા કયા સાધનોની પડે છે અને એ સાધનોનો શી રીતે પ્રયોગ થઈ શકે છે ? તેની વિધિ શું છે? આ માર્ગ પર ચાલવાથી કેવી કેવી મુશ્કેલીઓ, અડચણો ઉપસ્થિત થઈ શકે છે? એનું નિવારણ શી રીતે લાવી શકાય છે? આ બધી આવશ્યક વાતોનું સંક્ષિપ્ત વર્ણન રૂપમાં આ ચાર વેદોમાં કરવામાં આવ્યું છે જે આજ પણ ઉપલબ્ધ છે.
વિશ્વના માનવીઓને ભૌતિક ઉન્નતિની સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાન-વિજ્ઞાન વિના સર્વાગીણ સુખ મળવું સંભવ નથી અને આ આધ્યાત્મિક જ્ઞાન પણ નિઃસંદેહ, સર્વમાન્ય, વિજ્ઞાનની કસોટી પર ખરું ઉતરનારું હોવું જોઈએ. એવું નિર્કાન્ત સત્ય-જ્ઞાન વેદોમાં જ ઉપલબ્ધ છે. ઈશ્વરે આ વેદોમાં સમગ્ર જીવનને સરળતાથી સુખપૂર્વક ચલાવવાની સર્વ વ્યવસ્થા, વિધિ-વિધાન જણાવેલ છે.
આ સર્વમાન્ય પ્રામાણિક સત્ય છે કે વેદ સવધિક પ્રાચીનતમ ધર્મગ્રંથ છે. સંસારનું નિર્માણ અને મનુષ્યોની ઉત્પત્તિથી લઈને (અથર્ વૈદિક ગણના અનુસાર ૧,૯૬,૦૮,૫૩,૧૧૫ વર્ષ પૂર્વથી મહાભારત કાળ સુધી આ ધરતી પર રહેનારા તમામ મનુષ્યો વેદોને જ પોતાનો ધર્મગ્રંથ માનતા આવ્યા છે. એટલું જ નહીં બલકે તેઓની બોલચાલની અને વ્યવહારની ભાષા પણ કેવળ એક જ હતી સંસ્કૃત’. ૪૫૦૦ વર્ષ પહેલા સુધી સમસ્ત પૃથ્વી પર તમામ લોકો પ્રાતઃ- સાયં એકાન્ત સ્થાનમાં આસન લગાવી, પ્રાણાયામ આદિ સાધનો દ્વારા મનને રોકીને એક નિરાકાર, સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વાન્તર્યામી, ન્યાયકારી, કર્મફળદાતા, ઓરમ નામે ઈશ્વરનું ધ્યાન કરતા હતા. તે સમયે આજના જેવી અનેક દેવી-દેવતાઓની પૂજા પ્રચલિત ન હતી. લોકો રોજ પંચમહાયજ્ઞોને શ્રદ્ધાપૂર્વક આચરતા હતા અને જીવનને ઉન્નત બનાવવા માટે ૧૬ સંસ્કારોનું અનુષ્ઠાન કરતા હતા. જીવનને ચાર ભાગોમાં વહેંચી દેવામાં આવતું હતું જેમાં ચાર પ્રકારનાં કર્તવ્ય-અધિકાર પ્રદાન કરવામાં આવતા હતા, જેનું નામ “વર્ણ’ છે.
૫ વર્ષનાં થયા પછી બાળકોને ઘરોમાંથી ગુરકુળમાં આચાર્યની પાસે શિક્ષણપ્રાપ્તિ માટે અનિવાર્ય રૂપે મોકલવાનો નિયમ હતો. તમામ લોકો પ્રાત:કાળે વહેલા ઊઠીને ઈશ્વરનું ધ્યાન, અગ્નિહોત્ર-હવન, વેદ-મંત્રોના સ્વાધ્યાય વગેરે કરતા હતા. શુદ્ધ શાકાહારી સાત્વિક ભોજન, અતિથિસત્કાર, વ્યવહારમાં સત્યનું પાલન થતું હતું. જૂઠ, છળ, કપટ, અન્યાય, આળસ, સ્વાર્થ, પાખંડ, હિંસા વગેરે દુષ્ટ વ્યવહારો કરનારાઓને સભ્ય સમાજથી અલગ કરી દેવામાં આવતા હતા અથવા તેઓને એકદમ કઠોર દંડ દેવામાં આવતો હતો. માંસાહાર, મદ્યપાન, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, જુગાર, અશ્લીલતા, દેહ પ્રદર્શન, જાતિવાદ, બોધાપંથી-ગુરુવાદ, મત-પંથ-સંપ્રદાય, બહુદેવતાવાદ, મંત્ર-તંત્ર, જન્મપત્રિકા, કુંડલી વગેરેનું પ્રચલન ન હતું. તમામ લોકો સત્ય ધર્મનું પાલન કરતા રહી મોક્ષની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરતા હતા. જ્યાં સુધી
Reviews
There are no reviews yet.