આપણે સૌ દુઃખોથી નિતાંત છુટકારો પામીને સુખપ્રાપ્તિની ઝંખના કરીએ છીએ. એ બાબતે આપણી અનેક પ્રકારની ઇચ્છાઓ હોય છે. જેમ કે પત્ની, પુત્ર, ધન, યશ, પુણ્ય એટલે કે સારો જન્મ વગેરેની પ્રાપ્તિ. આપણે આ ઇચ્છાઓ પૂરી કરવા ઇચ્છીએ છીએ. એમાં બે ઇચ્છાઓ મુખ્ય છે, બાકીની ઇચ્છાઓ વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોઈ શકે છે. એમાં સૌપ્રથમ…
પ્રાણેષણા
પ્રાણોની એષણા અર્થાત્ પ્રાણોને ચાહવા અર્થાત્ મારા પ્રાણ – મારું જીવન સતત સલામત અને અકબંધ રહે, હું દીર્ઘજીવન પામું અને એ પણ સ્વસ્થ રહીને જીવું. કોઈ પણ પ્રકારનાં હાનિ, રોગ વગેરે મને બાધક ન બને. આ શ૨ી૨ તમામ ઇચ્છાઓની પૂર્તિનું સાધન તથા સઘળા ભોગો ભોગવવાનો મૂળ આધાર છે. તેથી આવી ઇચ્છા દરેક માણસમાં હોય છે, ભલે પછી તે કોઈ પણ દેશ કે વિચારધારાનો હોય ! સૌમાં પ્રબળ રૂપે આ એષણા વિદ્યમાન હોય છે. અને બીજી..
ધનેષણા
ધનની એષણા, આપણે સૌ જાણીએ છીએ કે સામાન્યથી શરૂ કરીને અસામાન્ય સુધીનાં સમગ્ર સાંસારિક સાધનો પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન ધન છે. આ કારણે બીજા ક્રમે ધનની ઇચ્છા આવે છે. સમગ્ર સંસાર સવારથી શરૂ કરીને મોડી રાત સુધી જે દોડધામ કરે છે એનું કારણ આ ધનની એષણા જ છે. જો અર્થ વગરનું લાંબું સ્વસ્થ જીવન મળી પણ જાય તો તે જીવન કષ્ટસભર હશે. આમ ધન વડે જ જીવન-ઉપયોગી સાધનો મેળવી શકાય છે. ધન જ ભોગો પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન છે અને એ ઇચ્છા પણ આપણા સહુમાં પ્રબળ રૂપે વિદ્યમાન રહે છે
હવે વિચારણીય બાબત એ છે કે, શું આપણે સૌ આપણા જીવનમાં શું દુઃખરહિત સુખનું લક્ષ્ય પ્રાપ્ત કરી લઈએ છીએ ? શું આપણા સૌના જીવનમાં ઉપરોક્ત બંને મુખ્ય ઇચ્છાઓની પૂર્તિ થઈ જાય છે? શું આપણે તે કરી લઈએ છીએ ? વર્તમાનમાં શું આપણને એ પ્રાપ્ત થયેલી છે ખરી?
આ બાબતોનો વિચાર કરવાથી ખ્યાલ આવે છે કે ‘ના.’ આપણે એમને પૂરી ક૨વા માંગીએ છીએ, મથામણ પણ કરી રહ્યા છીએ, આપણા માટે એ જરૂરી પણ છે, પરંતુ મહદંશે સંભાવના એવી હોય છે કે તે આપણને ઇચ્છિત રૂપે પ્રાપ્ત થતી નથી. જો તે પ્રાપ્ત નથી થતી તો એનું કોઈક ને કોઈક કારણ પણ અચૂક હશે. એ કારણ ક્યાંય બહાર નહીં, આપણી ભીતર જ વિદ્યમાન છે. એ આપણે પોતે જ છીએ. આપણે આ ઇચ્છાઓને પોતપોતાની સમજણ, પોતપોતાના સામર્થ્ય, પોતપોતાના પુરુષાર્થ, પોતપોતાની પરિસ્થિતિઓ અનુસાર પૂર્ણ કરવા પ્રયત્નશીલ રહીએ છીએ. જ્યારે ઇચ્છાઓ તો એમના પોતાના નિયમ અનુસાર જ પૂરી થતી હોય છે, માત્ર આપણા ચાહવાથી જ નહીં! આથી જ્યાં સુધી આપણે એ નિયમ-વ્યવસ્થા જાણી ન લઈએ ત્યાં સુધી તે પૂરી થવી શક્ય નથી.
તે નિયમ એ જ છે કે કોઈ પણ કાર્યસિદ્ધિ માટે આપણે મુખ્યત્વે ત્રણ બાબતોનો સમન્વય કરવો જોઈએઃ
1) ‘સાધ્ય’: આપણે જે કંઈ જોઈએ છે તે આપણું લક્ષ્ય છે (આરોગ્ય, ધન વગેરે)
2) 3) સાધન’: જેના દ્વારા આપણે એ લક્ષ્ય પ્રાપ્ત કરીશું (સફળતાની વિધિ). ‘સાધક’: આપણે પોતે, જેની કોઈ ને કોઈ ઇચ્છા છે (આરોગ્ય, ધન વગેરેની પ્રાપ્તિ).
અહીં સમજવાની વાત એ છે કે ‘સાધ્ય’ હંમેશાં નિશ્ચિત જ હોય છે. જેમ કે ધન. એ સંસારમાંથી ક્યાંય જતું રહેતું નથી. જ્યારે પણ આપણે પ્રાપ્ત કરીશું, અહીંથી જ કરીશું, તે અહીંથી જ મળશે, જેવી રીતે બીજા લોકોને પણ મળ્યું છે. બીજું છે ‘સાધન’, પ્રત્યેક લક્ષ્યને અનુરૂપ, તે લક્ષ્ય પ્રાપ્ત કરવાનાં સાધનો નિશ્ચિત જ હોય છે. ત્રીજું છે ‘સાધક’, આપણે પોતે જ. હવે જે કંઈ ગરબડ છે અથવા થાય
છે તે આપણામાં જ છે. આથી જે કંઈ પુરુષાર્થક્ષેત્ર છે તે આપણામાં જ છે. એટલે આપણે પોતાના ઉપ૨ જ પુરુષાર્થ ક૨વાનો હોય છે. પરિવર્તન વગેરે જે કંઈ છે તે બધું આપણે પોતાની જાતમાં જ કરવાનું હોય છે. જે વ્યક્તિ પોતાનામાં અથવા પોતાના ઉપ૨ પુરુષાર્થ કર્યા વગર માત્ર સાધ્ય કે સાધનની જ પાછળ દોડ્યા કરે છે તે ક્યારેય પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકતી નથી. એટલે સર્વાધિક સ્વયંમાં કયો દોષ છે, શી ખામી છે જે દૂર કરવા જેવાં છે અને કયા કયા ગુણ અપેક્ષિત છે જે ધારણ કરવા જેવા છે, એ જાણીને તથા અપનાવીને જ આપણે આપણા જીવનને બદલી શકીશું. આપણા જીવનને બદલવાથી જીવનની પરિસ્થિતિ આપોઆપ બદલાઈ જશે.’
Reviews
There are no reviews yet.