બ્રહ્મની અમૃતવાણી,
આદિ ગુરુ પરમપિતાનું પીયૂષપાન, ઈશ્વરીય જ્ઞાનનો ખજાનો, અપૌરુષેય વિજ્ઞાનનો ભંડાર.
માનવ સૃષ્ટિનાં પ્રાંગણમાં સંધ્યાના સોનલવરણાં કિરણોનો પરમેશ્વરીય જ્ઞાનપ્રકાશ ! તે ઋચાઓ-મંત્રો પ્રભાતનાં ખિલેલાં મઘમઘતાં પુષ્પો ! પ્રાફ કાળથી મહાભારત સુધી એ જ્ઞાન ! પ્રકાશ ઝળહળાટ ઝગમગતો અવનિને અજવાળતો રહ્યો.
એ પુષ્પોની સૌરભ સંસારના પટ પર મહેકતી રહી.
પરંતુ મધ્યકાલીન સાયણ વગેરે ભાષ્યકારોએ વેદોને માત્ર યજ્ઞના કર્મકાંડની પોથી બનાવી દીધી. વેદોમાં પશુબલિ, માંસભક્ષણ, મદિરાપાન, બહુદેવતાવાદ, મૂર્તિપૂજા, અવતારવાદ, દેવો, ઋષિઓ અને રાજાઓનો ઇતિહાસ, તેઓની અશ્લીલ કથાઓ, અનેક કપોલકલ્પિત વાર્તાઓ રચીને વેદોના નામે પ્રચલિત કરી.
એ જ રીતે પાશ્ચાત્ય ભાષ્યકારોએ પોતાની મલિન મનોકામના પૂર્ણ કરવા વેદોનું વિકૃત અને ભ્રષ્ટ સ્વરૂપ પ્રદર્શિત કર્યું.
આ રીતે મધ્યકાલીન અને પાશ્ચાત્ય ભાષ્યકારોએ વેદોને વિકૃત, અશ્લીલ અને બીભત્સ બનાવ્યાં. ત્યારે-વર્તમાનકાલીન એક આર્ષદ્રષ્ટા, યુગપુરુષે વેદોનાં ભાષ્ય કરીને તેનો પુનરુદ્ધાર કર્યો.
એ યુગપુરુષ
વેદ દિવાકર દયાનંદ !
એ આર્ષદ્રષ્ટા દયાનંદે વેદભાષ્યો કરીને, મધ્યકાલીન અને પાશ્ચાત્ય ભાષ્યકારોના વિકૃત અને અશ્લીલ અર્થોને દૂર કરીને, વેદોને વિશુદ્ધ ઈશ્વરીય જ્ઞાન-વિજ્ઞાન રૂપમાં પ્રકાશિત કર્યા. એ વેદ ભાસ્કરના દિવ્યજ્ઞાન પ્રકાશ આડે આવેલા અનાર્થ સિદ્ધાન્તોના કાળાડિભ વાદળોને આર્યાવર્તને ઝગમગાટ ઝળકાવવા એ આર્ષદ્રષ્ટા દયાનંદનું હૃદય પોતાની આત્મકથામાં ધબકે છે : કરી
Reviews
There are no reviews yet.