렌 ષ્ટિની આદિથી પરમપિતાનું અમૃત-પિયૂષ-પાન, અમરવાણી વેદ, માનવ માત્રને જીવનનો દિવ્ય સંદેશ આપી રહેલ છે. જ્ઞાન, કર્મ અને ઉપાસના જીવનની સફળતાનો આધાર છે; જેનું ઋગ, યજુ અને સામ વર્ણન કરે છે. એ સર્વની સિદ્ધિ-સફળતાનું જ્ઞાન-વિજ્ઞાન અથર્વવેદની ઋચાઓ-મંત્રોમાં વર્ણવેલ છે.
અથર્વવંદની પરિભાષા : થર્વ’નો અર્થ ગતિ, કુટિલતા અને હિંસાવૃત્તિ થાય છે. ‘મથર્વ’ નો અર્થ નિશ્ચલતા, એકરસ, સર્વવ્યાપક પરમ બ્રહ્મનું જે વેદ = તેને અથર્વવેદ કહે છે. અર્થાત્ થર્વબારહિત અવિચલિત, સ્થિર મન યુક્ત, બનીને જ્ઞાનના ઉપાર્જનમાં સંલગ્ન રહેનારા, જ્ઞાનના પિપાસુ અથર્વાજનોને અથર્વવેદ કહે છે.
જ્ઞાન છે, કુટિલતા અને હિંસા રહિત ઉપયોગી હોવાથી તેને પયયિ-અન્ય નામ અથર્વવેદને બ્રહ્મવેદ, છંદવેદ, નિગદવેદ, સર્વવેદ, ભેષજવેદ, અમૃતવેદ અથર્વાનિરસવેદ થએવા ભૂગ્વનિરાકેદ વગેરે પણ કહેવામાં આવે છે.
: પરિચય : અથર્વવેદમાં માનવ જીવન વિષયક-સંબંધિત તથ્યો, મૂલ્યો, આદર્શો, ક્રિયા-કલ્પ અને આચરણ વગેરેનો સંગ્રહ છે. જેમાં સમસ્ત માનવીય જીનની સમસ્યાની વ્યાખ્યા અને સમાધાન વર્ણવેલ છે.
વિષયો જીવ, ઈશ્વર, પ્રકૃતિ, ધર્મ, નૈતિકતા, ગૃહસ્થ જીવન, સામાજિક જીવ-સંરચના અને સંગઠન જીવન, આર્થિક વ્યવસ્થા ઔષધ ચિકિત્સા, શલ્ય વિજ્ઞાન, રાજનીતિ, આયુધ શાસ્ત્ર, યુદ્ધ અને સૈન્ય સંગઠન, ગોપનીયવિધિ, ગેરિલા નીતિ, ઘાત-પ્રતિઘાત, યાગ્નિક વિધિ વિધાન, શત્રુવિજય, આંતરિક અને બાહ્ય સુરક્ષા અને પદ્ધતિઓનું વિશદ વિશ્લેષણ પ્રાપ્ત થાય છે.
નિર્દેશાત્મક વિષયો : અથર્વવેદમાં બ્રહ્મ અને બ્રહ્માંડ, સૃષ્ટિ અને પ્રલય, જડ-ચેતન, જગત્ અને તેમાં , સમાવિષ્ટ વિવિધ પદાર્થો અને પ્રાણીઓ, વસુઓ, આદિત્યો, રુદ્રો આદિ તેત્રીસ દેવતાઓ, માનવ વ્યક્તિત્વ અને તેના મનોવૈજ્ઞાનિક તથા ક્રિયાત્મક વ્યવહારો, નિકૃષ્ટ અને ઉત્કૃષ્ટ, ઉત્થાન અને પતના જીવન અને મૃત્યુ, જ્ઞાન-વિજ્ઞાન, ઉપાસ્ય અને ઉપાસક પાવન-અપાવન, પાપ-પુણ્ય, પ્રાયશ્ચિતપરિષ્કાર, સુખ-દુઃખ, વિજય-પરાજય સકામ-નિષ્કામ, સ્વ અને પર, સ્ત્રી-પુરુષ, કીટ-પતંગ, પશુપક્ષીઓ, શત્રુ-મિત્ર, રાજા-પ્રજા, ખેડૂત-વ્યાપારી, સેવક-શ્રમિક, ગુરુ-શિષ્ય, બંધ-મોક્ષ, ભક્ષ્યઅભક્ષ્ય, વરણ-વર્જન વગેરેનું સંક્ષેપમાં લોક-પરલોકની સમસ્ત સ્થિતિઓ અને ગતિઓનું સ્વરૂપમાં વિવરણ પ્રાપ્ત થાય છે. 9
અથર્વવેદ ઈશ્વરીય જ્ઞાન : વેદ ત્રયીની સમાન જ સર્વજ્ઞ, સર્વાન્તર્યામી પ્રભુની કૃપા અને સંકલ્પથી અથર્વવેદ અંગિરા ઋષિના આત્મામાં પ્રકાશિત અપૌરુષેય – ઈશ્વરીયજ્ઞાન છે. :
ભ્રાન્તિઓ : સર્ગ કાલમાં પ્રકટ ઈશ્વરીય જ્ઞાન હોવા છતાં મધ્યકાલીન આપણા આદિ ભાષ્યકારોએ અથર્વવેદનાં વ્યભિચાર, અભિચાર, કૃત્યા, જાદુ-ટોણાં, મેલીવિદ્યા, યજ્ઞના વિનિયોગમાં મંત્ર જાપ, આહુતિઓ, પશુઓની આહુતિઓ વગેરે વિકૃત, વિભ્રમ, વિદ્રુપતા, અશ્લીલ અને અનિષ્ટકારી અર્થો કરીને, અપૌરુષેય – ઈશ્વરીય જ્ઞાનનું અપમાન, આદર્શોને, અન્યાય અને વેદના પ્રકાશક પરમ પિતા પરમાત્માની આજ્ઞાઓ-નિયમોનું ઉલ્લંઘન અને અનાદ કરીને વિકૃત કરેલ છે તથા વિવાદાસ્પદ બનાવી દીધેલ છે
Reviews
There are no reviews yet.